બેલા ગામના સેવાભાવી જૈન ગૃહસ્થની અણધારી વિદાય

- text


જૈન સાધુ-સાધ્વીજીની સેવા ઉપરાંત દર્દીઓ માટે ખડેપગે રહેતા

મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા અને જૈન સાધુ સાધ્વીજીની સેવામાં કાયમ ખડેપગે રહેવાની સાથે દર્દી દેવો ભવને જીવનમંત્ર બનાવનાર કેતનભાઈ મનહરલાલ પારેખની અણધારી વિદાય થતા નાના એવા ગામમાં શોકનું મોજું છવાયું છે.

વર્ષોથી મોરબીના બેલા રંગપર ગામે જૈન પરિવારનું એક જ ઘર આવેલ છે સ્વ.મનહરલાલ છગનલાલ પારેખ તથા સ્વ.લતાબેન પારેખના પુત્ર કેતનભાઈ પારેખ ઉ.55નું તા.12 માર્ચના રોજ અવસાન થયું છે. સ્વ.કેતનભાઈના ઘરે કાચનું જિનાલય આવેલું છે અને મોરબી કે બહારગામથી વિહાર કરતા દરેક જૈન સાધુ સાધ્વીજીને વૈયાવચ્ચ કરવા તેમજ સાધુ સાધ્વીજીને જેતપર સુધી પહોંચાડવાનું કાર્ય કેતનભાઈ હસ્તક જ હતું સાથે – સાથે તેઓ બેલા ગામના કોઈપણ વ્યક્તિને આરોગ્યને લગતી સેવા માટે મોરબી, રાજકોટ,અમદાવાદ સુધી દોડધામ કાયમી કરતા હતા.

- text

આ ઉપરાંત સ્વ.કેતનભાઈ પારેખ ગરબી મંડળથી લઈ ધૂન મંડળ, નાટક મંડળ અને સ્મશાન નિર્માણના કાર્યમાં પણ અગ્રેસર રહેતા હોય તેમની અણધારી વિદાયને કારણે નાના એવા બેલા ગામને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

- text