હળવદના કીડી ગામે અગરિયા માટે 25મીએ વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

- text


જિલ્લા આરોગ્ય શાખા, હળવદ હેલ્થ ઓફીસ, મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર (રણ) દ્વારા યોજનાર કેમ્પમાં અનુભવી તબોબો યોગ્ય નિદાન-સારવાર આપશે

હળવદ : હળવદ તાલુકાના કીડી ગામે રણ કાંઠા વિસ્તારમાં મીઠાની કાળી મજૂરી કરતા અગરિયા પરિવારોના સ્વાસ્થ્યની સુખાકારી માટે મોરબી જિલ્લા પંચાયતની જિલ્લા આરોગ્ય શાખા, હળવદ હેલ્થ ઓફીસ તેમજ મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર (રણ) દ્વારા આગામી ૨૫ માર્ચને ગુરુવારે સવારે ૧૦ થી બપોરના ૧૨-૩૦ સુધી વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિનામૂલ્યે યોજનાર સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો હળવદના રણકાંઠાના મીઠાના અગરિયા પરિવારોને લાભ લેવાનો જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

હળવદ તાલુકાના કીડી ગામે રણ કાંઠા વિસ્તારમાં તા. ૨૫ માર્ચના રોજ વિનામૂલ્યે યોજનાર સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં અનુભવી અને નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા અગરિયા પરિવારોના સ્વાસ્થ્યનું નિદાન કરી સંપૂર્ણ આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાત ડો.ચિરાગ પટેલ, ચામડીના રોગ નિષ્ણાત ડો.વૈશાલી પટેલ તેમજ ડો.ભાવિન ભટ્ટી, ડો.કિશન દેથરીયા સહિતના તબીબની ટીમ માંનદ સેવાઓ આપશે. આ કેમ્પમાં વિશેષ સહયોગ મારૂતસિંહ ભરતસિંહ બારૈયા(મોરબી જીલ્લા કો.ઓ. અગરિયા હિત રક્ષક મંચ દ્વારા કરવામાં આવશે.

કેમ્પમાં ફ્રી સેવાઓ આપવામાં આવશે..

કીડી ગામે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરની તપાસ કરી આપવામાં આવશે. તેમજ પ્રસુતિ, મેલેરિયા, બ્લડ પ્રેશર, હોમોગલોબીન, ટીબી માટે ગળફાની તપાસ, હદયમાં થતા ધબકારાની તપાસ અને શરીરમાં રહેતા ટેમ્પરેચરની તપાસ કરી આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text