મોરબી પાલિકાના પ્રમુખ પદે કુસુમબેન પરમારની સર્વાનુમતે વરણી

- text


મોરબી પ્રાંત અધિકારીના અધ્યક્ષથાને ટાઉનહોલ ખાતે યોજાયેલ ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજાની નિમણૂક

મોરબી : મોરબી નગર પાલિકાના ટાઉનહોલ ખાતે યોજાયેલ પ્રમુખ, ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં આજે મોરબીના પ્રથમ નાગરિક તરીકે સર્વાનુમતે વોર્ડ નંબર 11માંથી ચૂંટાયેલા કુસુમબેન પરમારની વરણી કરવામાં આવી હતી સાથો સાથ ઉપ પ્રમુખ પદે જયરાજસિંહ જાડેજા સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા.

મોરબી નગરપાલીકાના પ્રથમ અઢી વર્ષના સમયગાળા માટે ચીફ ઓફીસર દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દા માટે રોસ્ટર પોઈન્ટ મુજબની બેઠકની વિગત સાથે દરખાસ્ત રજુ કરતા ગુજરાત નગરપાલીકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નિયમ-૧૪૪ હેઠળ તથા ગુજરાત નગરપાલીકા અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈ મુજબ આજે પ્રાંત અધિકારી મોરબીના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા ટાઉનહોલ ખાતે યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે ચૂંટણી યોજાતા સર્વાનુમતે કુસુમબેન પરમાર પ્રમુખ તરીકે અને જયરાજસિંહ જાડેજા ઉપ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે સુરેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા તરીકે કમલભાઈ રતિભાઈ દેસાઈ તેમજ દંડક તરીકે સુરભીબેન મનીષભાઈ ભોજાણીની નિયુક્તિ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે મોરબીના પ્રથમ નાગરિક કુસુમબેન કે.પરમારનો અભ્યાસ એસ.એસ.સી.સુધીનો છે તેઓ ગોકુળનગર શેરી નંબર 10માં રહેતા 48 વર્ષીય કુસુમબેન વોર્ડ નંબર 11માં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા છે. આ અગાઉ તેઓ એક વાર કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેમના પતિ કે.કે. પરમાર મોરબી ભાજપના કિસાન મોર્ચાના પ્રમુખ છે. બી કોમ. એલ.એલ.બી સુધીનો અભ્યાસ કરેલ છે. કે.કે. પરમારના પુત્ર અને પુત્રવધુ એમ.ડી. ડૉક્ટર છે. જેમની બન્ને દીકરીઓ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી ચુકી છે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકાના કુલ13 વોર્ડની 52 બેઠકો માટે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં તમામ 52 બેઠકો ભાજપે કબજે કરી હોય નગરપાલિકામાં સમ ખાવા પૂરતો પણ વિપક્ષ ન હોય આજે સર્વાનુમતે કોઈ હરીફ વગર જ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી.

- text