વાંકાનેર : બાઇકની લોનના હપ્તા ભરવાની ઉપાધિમાં ઝેર પીનાર યુવકનું મોત

- text


વડોદરા સારવાર દરમિયાન મોત નીપજ્યું

વાંકાનેર : વાંકાનેરના પંચસિયા ગામની સીમમાં ગત તા.5ના રોજ બાઈકના લોનના હપ્તા ભરવાની ઉપાધિમાં ઝેર ગટગટાવી લેનાર યુવાનનું વડોદરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પંચસિયા ગામની સીમમાં ગત તા.5ના રોજ કમલેશ ભઇલાલભાઈ તડવી નામના 22 વર્ષીય યુવાને મોટરસાયકલની લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.મૂળ છોટાઉદેપુર જિલ્લાના આ યુવકને સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તા.10ના રોજ મૃત્યુ નિપજતા આ મામલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text