વાંકાનેર અરણીટીંબાના સભ્યનો દીકરી – જમાઈ સાથેનો વિડીયો આવ્યો સામે

- text


તાલુકા પંચાયતના સદસ્ય પરિવાર સાથે જ હોવાનું જણાવતા સભ્યના જમાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્યનું પોલીસે કથિત રીતે અપહરણ કરાવ્યું હોવાના કોંગ્રેસના ધારાસભ્ય સહિતના અગ્રણીઓના આક્ષેપ બાદ મોડીરાત્રે સદસ્યના જમાઈ દીકરી સાથેનો વિડીયો સામે આવ્યો છે જેમા તેઓ જણાવી રહ્યા છે કે ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ લોકો સુરેશભાઈને ક્યાંય લઈ નથી ગયા તેઓ પરિવાર સાથે જ છે.

ગઈકાલે વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના સદસ્ય સુરેશભાઈ બલેવિયાને તાલુકા પોલીસે નિવેદન નોંધવા બોલાવ્યા બાદ આ સદસ્યને પીએસઆઈએ ખાનગી કારમાં ભાજપને સોંપી દીધાનો આરોપ વાંકાનેર કોંગ્રેસના ધારાસભ્ય પીરઝાદ અને કોંગી અગ્રણી યુનુસ સેરસિયાએ લગાવ્યો હતો અને મોડીરાત્રી સુધી આ મામલે અફડા તફડીના માહોલ વચ્ચે કોંગ્રેસ કાર્યાલયે લોકોનો જમાવડો રહ્યો હતો.

- text

બીજી તરફ વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના જે સદસ્યનું અપહરણ કરાયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે તે સુરેશભાઈ બલેવિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં તેમના જમાઈ અને દીકરી પણ દ્રશ્યમાન થાય છે અને સુરેશભાઈના જમાઈએ અપહરણની વાત પાયાવિહોણી ગણાવી તેઓ પરિવાર સાથે જ હોવાનું સ્પષ્ટ કરી નાટકીય ઘટનાક્રમ ઉપર પૂર્ણવિરામ મુકવા પ્રયાસ કર્યો હતો.

- text