ટંકારાના છતર નજીક ટ્રકની પલટી : ચાલક ઘાયલ

- text


ટંકારા: છતર અને મીતાણા વચ્ચે એક ટ્રક રસ્તા નીચે ઉતરીને પલ્ટી ખાઈ જતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ થતાં ટંકારાની 108 મારફત ડ્રાઈવરને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.

બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ છતરથી મીતાણા વચ્ચે કોલસી ભરેલો ટ્રક નંબર GJ 16- X 7614ના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રસ્તા પરથી નીચે ઉતરીને પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર મુળુભાઈ બાથાભાઈ ભૂટીયા (રહે. રાણાવાવ, પોરબંદર) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ટંકારા 108ના પાયલોટ છેલુભાઈ તથા ડૉ. રુબિયાબહેને ઘાયલને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

- text

- text