મોરબી નજીક રીક્ષા કાર પાછળ અથડાતા ત્રણને ઇજા

- text


મહિલાએ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર શ્રીજી સીરામીક પાસે રીક્ષા કાર પાછળ અથડાતા રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મહિલા મુસાફરે રીક્ષા ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રામીબેન ભગવાનભાઇ રબારી (ઉ.વ. 60, ધંધો. ઘરકામ, રહે. લાલપર, ધાર-વિસ્તાર, મોરબી) એ આરોપી રીક્ષા નંબર જી.જે. 36 યુ 2837 ચાલક ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.11 માર્ચના રોજ સવારના સાડા નવેક પોણા દશેક વાગ્યાના અરશામા મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર શ્રીજી સીરામીક પાસે આરોપી રીક્ષા ચાલકે પોતાના હવાલા વાળી રીક્ષા ફુલ સ્પીડમા અને બેફીકરાય ભરી રીતે ચલાવી આગળ જતી ફોર વ્હીલ કાર નંબર જી.જે-૧૮-બી.એમ.-૦૬૧૩ ના પાછળના ઠાઠામા ભટકાડી એકસીડેન્ટ કરી ફરીયાદીને ડાબા પગે ઘુંટણના ભાગે ફેકચર જેવી ઇજાઓ પહોંચાડી તેમજ રીક્ષામા બેઠેલ સાહેદોને શરીરે નાની મોટી મુઢ ઇજા પહોંચાડી પોતાના હવાલા વાળી રીક્ષા સ્થળ ઉપર મુકી નાશી છૂટ્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text