વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યને પીએસઆઇએ ભાજપને સોંપી દીધાનો કોંગ્રેસનો આરોપ

- text


 

અરણીટીમ્બાના સદસ્યને અરજીના આધારે નિવેદન નોંધવા બોલાવી ખાનગી કારમાં ઉપાડી ગયાનો વાંકાનેર કોંગ્રેસનો સણસણતો આક્ષેપ

( હરદેવસિંહ ઝાલા, કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીમ્બા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને અરજીના આધારે નિવેદન નોંધવા બોલાવી પોલીસ ખાનગી કારમાં લઈ જઈ ભાજપને સોંપી દીધાનો વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને કોંગ્રેસે અગ્રણી યુનુસભાઈ સેરસિયાએ સણસણતો આક્ષેપ લગાવ્યો છે અને હાલ વાંકાનેર ધારાસભ્યની ઓફીસ ખાતે લોકોના ટોળે – ટોળા એકત્રિત થઈ ગયાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસી સદસ્ય સુરેશભાઈને અરજીના કામે નિવેદન લેવાના બહાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં તાલુકા પી.એસ.આઇ. આર. પી. જાડેજાએ ખાનગી વાહનમાં રવાના કરી ભાજપને સોંપી દીધા હોવાનો ગંભીર આરોપ વાંકાનેરના કોંગ્રેસ અગ્રણી યુનુસભાઈ સેરસિયાએ લગાવી આ મામલે જિલ્લા પોલીસ વડાને જાણ કરતા મોરબી પોલીસના અધિકારીઓ પણ વાંકાનેર પહોંચ્યાંનું જાણવા મળ્યું છે.

બીજી તરફ તાલુકા પંચાયતના સદસ્ય ગાયબ થવા મામલે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો થવાની સાથે વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે વાંકાનેર તાલુકા પીએસઆઇ જાડેજાનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેમનો મોબાઈલ નો રીપ્લાય થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વાંકાનેર તાલુકા પંચાયતમાં દાયકાઓ બાદ સત્તા સ્થાને બહુમતી સાથે ભાજપ આવ્યું છે પરંતુ પાતળી બહુમતી હોય રાજકીય ખેંચતાણ ચાલી રહી છે તેવામાં કોંગ્રેસના સદસ્ય ગાયબ થતા રાજકીય માહોલ ગરમાયો છે.

- text

 psi દ્વારા કોંગી સદસ્ય નું અપહરણ કરી ભાજપને સોંપી દેવાયાનાં ગંભીર આક્ષેપો કરતાં ધારાસભ્ય પીરઝાદા : ટોળા ઉમટયા

તાલુકા પંચાયતની અરણીટીબા બેઠકનાં કોંગ્રેસી સદસ્ય સુરેશભાઈ ને અરજીનાં કામે નિવેદન લેવાના બહાને પોલીસ સ્ટેશનમાં બોલાવી તાલુકા psi આર. પી. જાડેજા એ સુરેશ ભાઈ ને ખાનગી વાહન માં રવાના કરી ભાજપ ને સોંપી દઈ એક પ્રકારે અપહરણ કર્યું હોવાના ગંભીર આક્ષેપો વાંકાનેર નાં ધારાસભ્ય જાવિદ ભાઈ પીરઝાદા એ કરતા કોંગ્રેસ કાર્યાલય ખાતે ટોળા ઉમટયા હતાં અને આ મુદ્દે ભારે રોષ ફેલાયો છે અને જરૂર પડે તો આ મુદ્દે કોર્ટ કાર્યવાહી કરવાની અને ધરણા પણ કરવાની ચીમકી પત્રકારો સમક્ષ ઉચ્ચારતા હાલ આ મુદ્દે ભારે રાજકીય ગરમાવો ફેલાવા પામ્યો છે અને નવા જુની નાં એંધાણ વર્તાઈ રહ્યા છે.

- text