મોરબીમાં પોલીસની ખોટી ઓળખ આપી રૂ.15 હજારની છેતરપીંડી

- text


ભેજાબાજોએ ફેસબુક આઇ.ડી. ના ઓ.ટી.પી મેળવીને ઓનલાઈન છેતરપીંડી આચરતા ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રૂ.૧૫ હજારનું ઓનલાઈન ફ્રોડ કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભેજાબાજોએ ફેસબુક આઇ.ડી.ના ઓ.ટી.પી મેળવીને ઓનલાઈન છેતરપીંડી આચરતા ટ્રાન્સપોર્ટરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિપકભાઇ પ્રભુભાઇ ઓગણજા (ઉ.વ. ૪૭, ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે. મોરબી શીવશકિત પાર્ક, શીવરજની એપાર્ટમેન્ટ, આલાપ રોડ) એ એક મોબાઈલ ધારક, એસ.બી.આઇ. બંકેના ખાતા નંબર ધરાવતો શખ્સ અને પેટીએમ નંબરનો ઉપયોગ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૧૫ ફ્રેબ્રુઆરીના રોજ આરોપીઓએ ફરીયાદીને પોતાના મોબાઇલ નંબર પરથી છેતરપીંડી કરવાના ઇરાદાથી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદી પાસેથી જી.મેઇલ આઇ.ડી.તથા ફેસબુક આઇ.ડી.ના ઓ.ટી.પી મેળવી પાસવર્ડ રીસેટ કરી વોટસઅપ પ્રોફાઇલ ઉપર ફરીયાદીનો ફોટો રાખી ફરીયાદીના ભાણેજ પાસેથી રૂપિયા ૧૫,૦૦૦ નુ ઓનલાઇન પેટીએમ ટ્રાન્જેકશન કરાવી તથા ફરીયાદીના ગૃપના અન્ય માણસોને પૈસા મોકલવાનુ જણાવીને ઓનલાઈન છેતરપીંડી કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધીને પોલીસ તપાસ હાથ ધરી છે.

- text