હળવદમાં કોરોના ટેસ્ટિંગ બંધ!!!

- text


સરકારી હોસ્પિટલે ટેસ્ટ માટે જતા લોકોને ગ્રામ્ય વિસ્તારના સરનામાં પકડાવી દેવાય છે

હળવદ : મોરબી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરાના કૂણો પડ્યો છે. પરંતુ હળવદ આરોગ્ય વિભાગ દ્વારા જાણે કોરોનાની વિદાય થઈ ગઈ હોય તેમ ટેસ્ટ જ બંધ કરી દેવાયા છે. અને જો કોઈ વ્યક્તિ ટેસ્ટ માટે જાય તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરનામાં પકડાવી દેવતા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.

હાલમાં મોરબી જિલ્લામાં કોરોના વાયરસના ગણ્યા ગાંઠ્યા જ કેસ આવી રહ્યા હોય જિલ્લા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ, હળવદ તાલુકામાં જાણે કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ જ બંધ કરી દેવામાં આવ્યા છે.

- text

હળવદમાં ખાનગી તબીબો જ્યારે કોરોનાના શંકાસ્પદ દર્દીઓને ટેસ્ટ રિપોર્ટ કરાવવા સરકારી તંત્ર પાસે મોકલે તો હોસ્પિટલમાંથી ગોળ-ગોળ જવાબ આપી ગ્રામ્ય વિસ્તારના સીએચસી, પીએચસીના સેન્ટર જવા કહેવામાં આવે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, જ્યારે કોઈ વગદાર કે રાજકારણીની ભલામણ હોય તો જ કોરોના ટેસ્ટ કરી આપવામાં આવે છે. આ સંજોગોમાં હાલ તો હળવદના નાગરિકોને કોરોના ટેસ્ટ માટે ધ્રાંગધ્રા અથવા મોરબીનો ધક્કો ખાવો પડે છે. નોંધનીય છે કે, હળવદમાં કોરોનાના કેસ આવતા હોવા છતાં તંત્ર દ્વારા ઢાંક પીછોડા કરવામાં આવતા હોવાનુ પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text