ટંકારા : આંગણવાડી કાર્યકર મહિલાઓને ‘માતા યશોદા’ એવોર્ડ આપી સન્માનિત કરાયા

- text


ટંકારા : ગત તારીખ 9 ના રોજ ટંકારા તાલુકાના લજાઇ ગામમાં આવેલ છે સેજા ખાતે સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેજાના સુપરવાઇઝર રાજેશ્રીબેન એમ. ત્રિવેદી તથા આંગણવાડી કાર્યકર બહેનોના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સારેસા લાભુબેન જયંતીભાઈ (ટંકારા તાલુકા પંચાયત સભ્ય), ટીડીઓ ભીમાણીભાઈ (ટંકારા), ભાવનાબેન ચારોલા (ઇન્ચાર્જ CDPO ટંકારા), 108 મહિલા હેલ્પલાઇન ટીમ, દિવ્યાબેન પરમાર (સામાજિક કાર્યકર), પૂજાબેન કોરીંગા (આર્યસમાજ કાર્યકર), પૂજાબેન (તલાટી-કમ-મંત્રી લજાઈ) ત્રિવેદી રાજેશ્રીબેન (લજાઈ ગ્રુપ સુપરવાઇઝર) હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમા રાજપરા મોનિકા તળશીભાઇએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ સ્નેહા હસમુખભાઈ મારુએ ‘મારી લાડલી’ને તથા ‘નન્હી સી પ્યારી સી આઈ થી કોઈ પરી’ ગીત ગાય એ લોકોના દિલ જીતી લીધા હતા. પૂજાબેન કોરીંગાએ ‘પ્રાચીન કાળમાં તથા આધુનિક સમયમાં સ્ત્રીઓની સ્થિતિ’ બાબતનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. દિવ્યાબેન પરમારે ‘નારીને અબળા ના સમજો, નારી અબળા છે.’ એવું નારીશક્તિને બિરદાવતું ગીત ગાયું હતું.

ત્યારબાદ નિવૃત્ત આંગણવાડી કાર્યકર મહિલાઓને સાડી આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર તથા હેલ્પરને તેની શ્રેષ્ઠ કામગીરી બદલ ‘માતા યશોદા’ એવોર્ડ આપી તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.

- text

- text