મોરબીમાં હેરિટેજ વોક ઉપર રજવાડી સ્ટ્રીટ લાઈટો નંખાઈ

- text


શિવરાત્રીના પર્વે રૂપિયા 70 હજારના ખર્ચે નંખાયેલી 42 લાઈટો ઝગમગશે

મોરબી: મોરબી શહેરની રાત્રી રોનક વધારવા માટે નંખાયેલી એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઈટો પૈકી હેરિટેજ વોક ઉપર હવે એલઇડીની જગ્યાએ ઐતિહાસિક દેખાવ ધરાવતી હેરિટેજ લાઈટો ફિટ કરવામાં આવી છે.

આજે શિવરાત્રિના પાવન પ્રસંગે હેરિટેજ વોક માર્ગ નવા પ્રકારની ડિઝાઇન વાળી હેરિટેજ લાઈટોથી ઝગમગી ઉઠશે. ચીફ ઓફિસરે આપેલી માહિતીનુસાર રૂપિયા 70 હજારના ખર્ચે ઉપરોક્ત માર્ગને ખરાઅર્થમાં હેરિટેજ દેખાવ આપવા માટે કુલ 42 લાઈટો ફિટ કરવામાં આવી છે. જે આજે શિવરાત્રિના પાવન અવસરે કાર્યરત થઈ જશે.

- text

- text