મોરબીમાં બે બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીમાં પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને દબોચી લીધો.હતો. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના લાતીપ્લોટ શેરી નં-૮, લુકસ ફર્નિચર પાસે આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ 34, રહે. નાનીવાવડી, મારૂતિનગર શેરી નં-૧, મોરબી) ને વીદેશી દારૂની રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી, ૭૫ પ્રુફ, ૪૨.૮ ટકા વી.વી. ના લેબલવાળી 750 એમ.એલની કંપની શીલ પેક બોટલ નંગ.૨ કિ.રૂ. 1040 સાથે ઝડપી લીધો હતો. તેમજ આ ઈંગ્લીશ દારૂની બોટલ આપનાર મયુરસિંહ જામભા જાડેજા સામે ગુન્હો નોંધી તેને ઝડપી.લેવા તપાસ હાથ ધરી છે.

- text