રવાપરમાં બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

- text


જમીન માલિક જેવું ભળતું નામ ધારણ કરી ખોટુ આધારકાર્ડ રજૂ કરી દસ્તાવેજ બનાવી લેતા ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે.જેમાં મોરબીના રવાપર ગામે એક શખ્સે ભળતા નામવાળા વ્યક્તિના બનાવટી દસ્તાવેજના આધારે કિંમતી જમીન પચાવી પાડી હતી. આથી જમીન પચાવી લેનાર આ શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દેવજીભાઇ જીણાભાઇ ચાવડા (ઉ.વ. 74, ધંધો- નિવૃત, રહે. મોરબી, વજેપર વાડી વિસ્તાર, બોરીયાપાટી, મચ્છુ-02 કેનાલ રોડની બાજુમાં) એ આરોપી દેવજીભાઇ જીણાભાઇ ચાવડા જેવુ નામ ધરાવતા ઇસમ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.07/12/2020 ના રોજ રવાપર ગામ તળે આવેલ સીમમાં આવેલ ફરીયાદીની માલીકીની જમીનના સર્વે નંબર 26/03 ની જમીનના આરોપીએ ગેરકાયદેસર ખોટો દસ્તાવેજ બનાવી ખોટા આઇ.ડી.પ્રુફ તથા ફોટોગ્રાફ ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીના બદલે ફરીયાદીના નામ જેવુ ભળતુ નામ વાળા ખોટા વ્યકતિએ જમીન પચાવી પડાવા ખોટા દસ્તાવેજ ઉભા કર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

- text

આ ગંભીર બનાવ મામલે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે. અને નાયબ પોલીસ વડા રાધિકા ભરાઈના સીધા જ માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

- text