મોરબીના હરીપર ગામની શાળામાં બાળકોના આધુનિક શિક્ષણ માટે સ્માર્ટ બોર્ડ અર્પણ

- text


હાલ અમદાવાદ સ્થાયી થયેલા મૂળ હરિપર ગામના વતની બીપીનભાઈ પ્રભુભાઈ આદ્રોજાએ માદરે વતનનું ઋણ ચુકવ્યૂ

મોરબી : મૂળ હરીપર કેરાળા ગામના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા અને અમદાવાદની ઈન્ટરનેશનલ સ્કુલ અને એસ.પી .જીન્યસીસ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી બીપીનભાઈ પ્રભુભાઈ આદ્રોજા, કે જેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ તેમની હરીપર (કેરાળા) ગામની પ્રાથમિક શાળામાં લીધું હતું. તેમના તરફથી તેમની ગામઠી પ્રાથમિક શાળા પ્રત્યેના આત્મીયપૂર્ણ નાતાને અતૂટ રાખવા માટે હરીપર (કેરાળા) પ્રાથમિક શાળાને રૂ. 1,40,000 નું સ્માર્ટ બોર્ડ અર્પણ કર્યું હતું.

વર્તમાન જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શાળાના બાળકો વર્તમાન પ્રવાહો સાથે અનુબંધ બાંધી નવીનતમ શૈક્ષણિક પ્રવાહો સાથે કદમ મિલાવી શકે તેવી ભાવનાને સાર્થક કરી બીપીનભાઈ આદ્રોજાએ તેમના પિતા પ્રભુભાઈ ત્રિભોવનભાઈ આદ્રોજા, માતૃશ્રી માતૃશાળા અને માતૃભૂમિનું ગૌરવ વધારી સરસ્વતી મંદિરમાં પોતાના દાનની સરવાણી વહાવી છે અને આ રીતે હાલ અમદાવાદ સ્થાયી થયેલા મૂળ હરિપર ગામના વતની બીપીનભાઈ પ્રભુભાઈ આદ્રોજાએ માદરે વતનનું ઋણ ચુકવ્યૂ હતું.તેથી મોરબી જિલ્લા, તાલુકાના પ્રાથમિક શિક્ષણ પરિવાર, પ્રાથમિક શિક્ષણ વિભાગ અને સંગઠનની ટીમ તરફથી બીપીનભાઈ આદ્રોજાને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

- text