ડેઈલી માર્કેટ રિપોર્ટ : ક્રૂડ ઓઇલમાં ભાવવધારો થતા પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ.૧૬૭ અને ચાંદીમાં રૂ.૮૩૩ની નરમાઈ : પ્રથમ સત્રમાં રૂ.૧૧૧૭૯ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૫૫૪૭૧ સોદામાં રૂ.૧૧૧૭૯.૫૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૬૭ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૮૩૩ ઘટ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલમાં સીમિત સુધારા સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૧૩,૩૦૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. કપાસ ઢીલું હતું. રબર અને મેન્થા તેલ વધ્યા હતા.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૩૩૬૮ સોદાઓમાં રૂ.૪૭૭૦.૦૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૪૪૪ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૪૫૦ અને નીચામાં રૂ.૪૪૨૧૭ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૭ ઘટીને રૂ.૪૪૩૭૪ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૫૭૭૮ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૪૨ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૭૦ ઘટીને બંધમાં રૂ.૪૪૨૧૧ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૪૪૮૪ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૭૮૦ અને નીચામાં રૂ.૬૪૨૫૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૩૩ ઘટીને રૂ.૬૪૬૪૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૧૨૬ ઘટીને રૂ.૬૫૮૨૭ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૧૧૪ ઘટીને રૂ.૬૫૮૪૮ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૩૨૧૧ સોદાઓમાં રૂ.૨૧૪૧.૦૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૯૯ અને નીચામાં રૂ.૪૬૯૪ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૩ વધીને રૂ.૪૭૮૦ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૧૪૦ સોદાઓમાં કુલ રૂ.૩૭૩.૮૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨૦૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૧૫૦ અને નીચામાં રૂ.૨૧૮૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૦ ઘટીને રૂ.૨૨૦૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૫૪.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧.૧ વધીને બંધમાં રૂ.૧૦૬૧.૧ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૫૩.૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૬.૯ અને નીચામાં રૂ.૯૪૮.૯ રહી, અંતે રૂ.૯૫૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૫૮ અને નીચામાં રૂ.૧૨૩૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫ ઘટીને રૂ.૧૨૫૧ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૩૨૪૭ સોદાઓમાં કુલ રૂ.૨૮૮૯.૫૦ કરોડ ની કીમતનાં ૬૫૧૪.૪૫૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૦૧૨૧ સોદાઓમાં કુલ રૂ.૧૮૮૦.૫૨ કરોડ ની કીમતનાં ૨૮૭.૦૬૮ ટન, ક્રૂડ તેલમાં ૧૮૩૦૨ સોદાઓમાં રૂ.૧૨૩૦.૮૮ કરોડનાં ૨૫૯૫૧૦૦ બેરલ્સ, કોટનમાં ૧૧૧૮ સોદાઓમાં રૂ.૮૮.૮૫ કરોડનાં ૪૦૧૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૯૧૧ સોદાઓમાં રૂ.૨૮૧.૦૨ કરોડનાં ૨૬૮૧૦ ટન, મેન્થા તેલમાં ૧૧ સોદાઓમાં રૂ.૧.૮૫ કરોડનાં ૧૯.૪૪ ટન, કપાસમાં ૧૩ સોદાઓમાં રૂ.૪૦.૦૧ લાખનાં ૬૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૮૫૯.૫૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૧૯.૫૯૮ ટન, ક્રૂડ તેલમાં ૭૩૭૭ બેરલ્સ, કોટનમાં ૨૭૮૨૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૧૩૩૦૦ ટન, મેન્થા તેલમાં ૫૫.૦૮ ટન અને કપાસમાં ૧૭૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૯૮ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૮ અને નીચામાં રૂ.૨૦૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૭૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૫૩ અને નીચામાં રૂ.૨૭૨૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭૩૭ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૧૧.૫ અને નીચામાં રૂ.૧૬૮૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૫૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૮૪ અને નીચામાં રૂ.૨૮૯૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૯૬ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૯ અને નીચામાં રૂ.૮૯.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૬.૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૧.૧ અને નીચામાં રૂ.૯૬.૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૩.૬ બંધ રહ્યો હતો.

- text