મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરેથી કાર લઈને નીકળેલો યુવાન લાપતા

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરેથી કાર લઈને નીકળેલો યુવાન લાપતા બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨, મહેન્દ્રનગરમાં આવેલ પ્રકૃતી સોસાયટીમાં રહેતો હીંમતભાઈ બાલુભાઈ પાંચોટીયા (ઉ.વ.૨૭) નામનો યુવાન ગત તા.૨૭ ફ્રેબ્રુઆરી ના રોજ રાત્રીના એકાદ વાગ્યાનાં સુમારે પોતાના ધરેથી સેનટ્રો કાર નંબર GJ- 03-EL-0559 લઇને કોઇને કહીયા વગર નીકળી ગયો હતો. ત્યારબાદ સમયસર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ ઘરમેંળે શોધખોળ કરી હતી. પણ આજદિન સુધી યુવાનનો પત્તો ન લાગતા અંતે ગઈકાલે યુવાનના ભાઈ રોહીતભાઇ બાબુભાઇ પચોટીયાએ બી ડિવિઝનમાં ગુમસુદા નોંધાવતા પોલીસે યુવાનની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text