મોરબીમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી

- text


ભરતનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે શિવાજી જયંતિની ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે મોરબીના સબ જેલ ચોક શિવાજી સર્કલ ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા હારતોરા કરીને તેમની ભાવવંદના કરવામાં આવી હતી.આ તકે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેરના અધ્યક્ષ કે બી બોરીચા સહિતના કાર્યકરો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

જ્યારે મોરબીના ભરતનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે શિવાજી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. 19 ફેબ્રુઆરી એટલે વીરતાનો દિવસ. શિવાજી મહારાજ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં 19 ફેબ્રુઆરી 1630ના રોજ જન્મ્યા હતા. ભારતના વીર સપૂતોમાના એક એટલે છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજી હિન્દુઓના હૃદયસમ્રાટ, મરાઠાઓનું ગૌરવ અને ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા. તેઓ બાળપણથી જ ખૂબ વીર અને બહાદુર હતા.

શિવાજી મહારાજે 250 કિલ્લા જીત્યા હતા. જેમાંનો એક સિંહગઢ દુર્ગ કિલ્લો જીતવા માટે તેણે તાનાજીને મોકલ્યા હતા. આ દરમિયાન તાનાજી વીરગતિ પામ્યા હતા. ત્યારે શિવાજીએ ગઢ આલા પણ સિંહ ગેલા. એટલે કે કિલ્લો મેળવ્યો પરંતુ સિંહ ગુમાવ્યો એવું દુઃખ સાથે કહ્યું હતું. છત્રપતિ શિવાજી માં તુલજા ભવાનીના ઉપાસક હતા. તેમની ઉપાસના દરમિયાન ખુદ દેવીમાએ પ્રગટ થઈને તેમને તલવાર આપી હોવાની લોકવાયકા છે. હાલમાં આ તલવાર લંડનમાં સંગ્રહાલયમાં રાખેલી છે.

તો આજના આ વીરતાભર્યા દિવસની શ્રી ભરતનગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. હાલ ધોરણ ૬ થી ૮ના વર્ગો શરૂ થયા છે તો એ બાળકોએ કેસરિયા ધારણ કરીને શિવાજી જયંતિની ઉજવણી કરી હતી. કોરોના કાળમાં ઘેર રહેલા નાના ભૂલકાઓ પણ આજના દિવસને ઉજવવામાં પાછા નથી પડ્યા. કોઈએ ચિત્રો દોર્યા તો વળી કેટલાક બાળકોએ તો શિવાજીનો વેશ જ ધારણ કરી કરીને શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરી હતી.

- text

- text