મોરબીના સવસાણી પરિવારે રામમંદિર નિર્માણમાં 2.44 લાખની ધનરાશી અર્પણ કરી

- text


મોરબી : અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહ છવાયો છે. અને આ રામ મંદિર નિર્માણ હેતું નિધિ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાં કરોડો રૂપિયાનું સમર્પણ આપી રામ મંદિરમાં યોગદાન આપી રહ્યા છે.

ત્યારે મોરબીના લોકો રામમંદિર નિર્માણમાં દાનની સરવાણી વહાવી રહ્યા છે. જેમાં ઉદ્યોગકારો, મધ્યમવર્ગના પરિવાર, ડોક્ટરો, સેવાભાવીઓ, સંસ્થાઓ તેમજ બાળકો પણ ઉત્સાહભેર રામ મંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

જેમાં મુળ આમરણ ગામના સ્વર્ગસ્થ મુળજીભાઈ સવસાણી જેઓ રામ જન્મભૂમિ અંતર્ગત પ્રથમ કાર સેવામાં જોડાયા હતા. અને તેમના પુત્ર રમણીકભાઈ મુળજીભાઈ સવસાણીએ પણ 1989 અને 1992માં રામ જન્મભૂમિની કાર સેવામાં જોડાઇ મોરબી જિલ્લામાંથી જવાબદારી સંભાળી હતી.

ત્યારે રામ મંદિર નિર્માણમાં સવસાણી પરિવારે 2,44,333 લાખની ધનરાશી અર્પણ કરીને રામભક્તિનો પરિચય આપ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિન્દુ પરીષદના અધ્યક્ષની જવાબદારી નિભાવી ચુકેલા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયમ્ સેવક એવા રમણીકભાઈ મુળજીભાઈ સવસાણીએ રામમંદિર નિર્માણમાં રૂ. 1,11,111 આપ્યા છે. જ્યારે એમના પુત્ર અશ્વીનભાઈ રમણીકભાઈ સવસાણીએ રૂ.1,11,111 અને બીજા પુત્ર મહેન્દ્રભાઇ રમણીકભાઈ સવસાણીએ રૂ.11000 આપ્યા છે. તેમજ રમણીકભાઈના પુત્રવધૂ વૈશાલીબેન અશ્વીનભાઈ સવસાણીએ પણ રામ મંદિર નિર્માણમાં રૂ. 11,111 આપીને રામભક્તિનો પરિચય આપ્યો છે.

- text

આ પ્રસંગે પશ્ચિમક્ષેત્ર સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસીયા, લલિતભાઈ ભાલોડિયા, વિપુલભાઈ અઘારા, સંતોષજી દુબે, મહેશભાઈ બોપલીયા ઉપસ્થિત રહેલ હતા.

- text