મોરબી જિલ્લા કોંગ્રેસ ઇન્તુક પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા

- text


મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષના કાર્યકરો એનકેન પ્રકારે કે ટિકિટ મનદુઃખના કારણે બીજા પક્ષમાં જતા રહેતા હોય છે. ત્યારે કોંગ્રેસના મોરબી જિલ્લા ઇન્તુક પ્રમુખ રોનક પારેખ જેઓ પૂર્વ કોંગ્રેસ સોશિયલ મીડિયા ઉપપ્રમુખ મોરબી શહેર તેમજ કોંગ્રેસ ઉપપ્રમુખના પદ પર રહી ચૂકયા છે. તેઓ તેમના મિત્રો સાથે વિધિવતરૂપે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તકે મોરબી જિલ્લા પ્રમુખ એ. કે. પટેલ, પરેશ પરિયા તેમજ સતિષભાઈ ભિમાણી ઉપસ્થિત રહેલ હતા.

- text

- text