મોરબીમાં વાત્સલ્ય દિવસ ઉજવી માતા-પિતાનું પૂજન કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ

- text


સાર્થક સ્કૂલમાં વેલેન્ટાઈન ડે વાત્સલ્ય દિવસ તરીકે ઉજવાયો

મોરબી : મોરબીમાં આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવી ભારતીય સંસ્કૃતિ જાળવવા માટે- પિતાનું પૂજન કર્યું હતું અત્રેના સાર્થક વિદ્યામંદિર ખાતે પણ વાત્સલ્ય દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી આપણી સંસ્કૃતિમાં માતૃ દેવો ભવ: પિતૃદેવો ભવ:નું ખૂબ જ મહત્વ છે, બાળકો આપણી ભારતીય સંસ્કૃતિ વિશે જાગૃત થાય એ માટે તેમજ પ્રેમએ માત્ર પ્રિયપાત્ર પૂરતો સીમિત ન રહેતા પ્રેમ વ્યાપક બને, માતા પિતા પ્રત્યે પ્રેમ હોય, ભાઈ ભાઈ પ્રત્યે પ્રેમ હોય, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય, માનવ માનવ પ્રત્યે પ્રેમ હોય એ અત્યંત આવશ્યક છે, ત્યારે આજે સમગ્ર વિશ્વમાં પ્રિયપાત્રો વેલેન્ટાઈન ડે નિમિતે એકબીજાને ગુલાબ અર્પણ કરી પ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા છે ત્યારે મોરબીમાં દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ તેમજ શિક્ષકોએ કોરોના કાળમાં ઘરે રહી પોત પોતાના માતા પિતાને કુમકુમ ચાંદલો કરી, આરતી ઉતારી, ચરણ પખાલી, ચરણસ્પર્શ કરી માતૃ-પિતૃ પૂજન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડેલ છે.

- text

મોરબી જિલ્લામાં સાર્થક વિદ્યામંદિર સહિતની શાળાઓમાં પણ વાત્સલ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા વેલેન્ટાઇન ડે ઉજાવવાને બદલે આપણી સંસ્કૃતિ તરફ પાછા વળી વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકીએ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સૌને અભિનંદન પાઠવ્યા છે.

- text