ધુનડા (ખા) ગામે વર્લી ફીચરનો જુગાર રમતો એક ઝડપાયો

- text


ટંકારા : ટંકારા પોલીસે બાતમીના આધારે ધુનડા (ખા) ગામે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સને રંગેહાથે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના અને રાધીકા ભારાઇ , નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર ડ્રાઇવ સબબ સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને ટંકારા તાલુકા વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફ અનાર્મ પો.હેઙકોન્સ એ.પી.જાડેજા તથા આર્મ્ડ પો.હેઙકોન્સ કે.જી.ગઢવી નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે ટંકારા તાલુકાના ધુનડા (ખા) ગામે હનુમાનજી ના મંદીર ના ઓટા પાસેથી આરોપી- હુસૈનભાઈ આમદભાઈ સોઢા જાતે સીપાહી ઉ.વ. ૪૫ ધંધો. મજુરી રહે. નસીતપર દલીતવાસ તા ટંકારા જિ મોરબી વાળો જાહેરમાં વર્લી ફીચર ના આકડા રોડ પરથી પસાર થતાં માણસો સાથે નાણા ની લેતી દેતી કરી નાણા થી આંકડા લખી/લખાવી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમાડતા જુગારના સાહિત્ય પોકેટ ડાયરી વર્લી/રૂપિયાના આંકડા લખેલી તથા એક બોલપેન મળી કિં.રૂ. ૦૦/- તથા રોકડ રકમ ૧૦,૯૦૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ જેથી મજકુર આરોપી વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન મા જુગારધારા કલમ-૧૨(અ) મુજબ કાર્યવાહી કરેલ છે.

- text

ઉપરોકત કામગીરી મા અમો પો.સબ.ઇન્સ.બી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ નગીનદાસ જગજીવનદાસ નીમાવત તથા અનાર્મ પો.હેઙકોન્સ વિજયભાઇ નાગજીભાઇ બાર તથા અનાર્મ પો.હેઙકોન્સ એ.પી.જાડેજા તથા આર્મ્ડ પો.હેઙકોન્સ કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા સિધ્ધરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા તથા વિજયભાઇ ખેંગારભાઇ ચાવડા એ રીતેના પોલીસ સ્ટાફ ના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.

- text