વાંકાનેર ફળેશ્વર મંદિરે સોમવારે સંગીતમય સુંદર કાંડ પાઠનું આયોજન

- text


ભોલેબાબા ગ્રૂપ દ્વારા રજૂ કરાશે પાઠ, ધૂન ભજન

વાંકાનેર : ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવારે રાત્રે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકો ઉપસ્થિત રહેશે.
જડેશ્વર માર્ગ પર આવેલ ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 8 ને સોમવારે રાત્રે 8-30 કલાકે સંગીત મય સુંદરકાંડ પાઠ ધૂન-સંકિર્તન ભજન નાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, રાજકોટ જયશ્રી ભોલે બાબા ગ્રૂપનાં અલકેશભાઈ સોની, હર્ષ સોની (જોડીયા વાળા) સંગીતમય શૈલીમાં સુંદરકાંડ ચોપાઈ રજૂ કરશે, સાથે ઉપસ્થિત ભાવિકો સામૂહિક પાઠ કરશે, ગાયત્રી શક્તિપીઠ નાં સંચાલક અશ્વિનભાઈ રાવલ, ફળેશ્વર મંદિર સંચાલક વિશાલભાઈ પટેલ, પૂજારી રાકેશ મહારાજનાં હસ્તે દીપ પ્રાગટય થશે, સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકોને લાભ લેવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text