ચૂંટણી તૈયારીનો તાગ મેળવવા ચૂંટણીપંચના ઓબ્ઝર્વર મોરબીમાં

- text


રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટર, ઉમેદવારીપત્રો ભરવાની વ્યવસ્થા સહિતની બાબતોની સમીક્ષા કરશે

મોરબી : આગામી તા. 28 ફેબ્રુઆરીના રોજ યોજનાર મોરબી જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી તૈયારીની સમીક્ષા માટે ચૂંટણીપંચના ઓબ્ઝર્વર વાય.એ. દેસાઈ આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા અને રીસીવિંગ ડીસ્પેચીંગ સેન્ટર સહિતની બાબતો અને જિલ્લા ચૂંટણીતંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

- text

જિલ્લા કલકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આજરોજ રાજ્ય ચૂંટણીપંચના ઓબ્ઝર્વર વાય.એ. દેસાઈ મોરબીની મુલાકાતે આવી રહ્યા હોય સવારથી જ સંબંધિત વિભાગો સમીક્ષા બેઠકની તૈયારીમાં કામે લાગ્યા હતા. વધુમાં મોરબી મુલાકાત દરમિયાન ઓબ્ઝર્વર દેસાઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારીના ભાગરૂપે સ્થાનિક કક્ષાએથી ઉમેદવારીપત્રો સ્વીકારવા, ચકાસણી કરવી, રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટર સહિતની બાબતો અંગે સંબંધિત કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

- text