તમીલનાડુ રાજ્યની ચોરીનો આરોપી મોરબીમાંથી 30 કિલો ચાંદી સાથે ઝડપાયો

- text


એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે આરોપી પાસેથી ચોરાઉ ૩૦ કિલો ચાંદી કિ.રૂ.૧૮,૦૦,૦૦૦ ના મુદામાલ કબ્જે કર્યો

મોરબી : તમીલનાડુ રાજયના માયલાપુર (ચેન્નાઈ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નોકર ચોરીના ગુન્હામાં નાસી ગયેલ આરોપીને મોરબીમાંથી એલસીબીએ ઝડપી લીધો હતો.એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે આરોપી પાસેથી ચોરાઉ ૩૦ કિલો ચાંદી કિ.રૂ.૧૮,૦૦,૦૦૦ ના મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,

તમીલનાડુ રાજયના માયલાપુર (ચેન્નઇ) જિલ્લાના માયલાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઇ.પી.સી.ક. ૩૮૧ મુજબનો ગુન્હાના કામે આરોપી ૩૦ કિલો ચાંદીની નોકર ચોરી કરી નાસી ભાગી મોરબી તરફ આવેલ હોય જેથી આરોપી તથા મુદામાલની તપાસમાં (ચેન્નઇ) માયલાપુર પોલીસ સ્ટેશનની ટીમ તપાસ અર્થે મોરબી આવતા તેઓની સાથે મદદમાં રહી આરોપી મુદામાલ બાબતે તપાસ કરતા મોરબી, રંગપર રોડ ઉપરથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી ચેતનસીંગ રજીતસીંગ રાવત, રાજપુત (ઉ.વ.૨૩ રહે. જાલીયા-૧ તા.ખ્યાવર જી.અજમેર-રાજસ્થાન) વાળાને ચોરીમાં ગયેલ ૩૦ કિલો ચાંદી કિ.રૂ. ૧૮,૦૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

એસીબીએ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા બાદ આગળની કાર્યવાહી અર્થે મુદામાલ તથા આરોપીને માયલાપુર (ચેન્નઇ) પોલીસની ટીમને સોંપી આપેલ છે અને વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ ઇન્સ. એન.બી.ડાભી, એ.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, સંજયભાઇ પટેલ. રજનીભાઇ કૈલા તથા પો.હેડ.કોન્સ, દીલીપભાઇ ચૌધરી તથા પોલીસ કોન્સ, નંદલાલ વરમોરા સહિતનાએ આ કામગીરી કરી હતી.

- text