મોરબી જિલ્લામાં નિયમભંગ કરનાર વાહન ચાલકો દંડાયા

- text


રિક્ષાઓ, ટ્રક, ક્રુઝર પેસેન્જર કાર, ટ્રક સહિતના વાહનો ડિટેઇન કરાયા

મોરબી: જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટર વહિકલ એક્ટની અલગ અલગ કલમો હેઠળ વાહન ચાલકો સામે કેસ નોંધી રિક્ષાઓ, ટ્રક, ક્રુઝર પેસેન્જર કાર, ટ્રક સહિતના વાહનો ડિટેઇન કરાયા હતા.

- text

મોરબી સીટી એ.ડીવી. પોલીસ સ્ટેશનની હદમાં પૂનમ કેસેટ પાસેથી વધુ પેસેન્જર બેસાડીને નીકળતા સીએનજી રીક્ષા ચાલક સામે, ગાંધી ચોક, મેલડી માતાના મંદિર પાસેથી 2 સીએનજી રીક્ષા ટ્રાફિકને અવરોધરૂપ થાય એ રીતે રાખવા બદલ, બી.ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં માળીયા ફાટક પાસેથી 1 ક્રુઝર, ચાલક સામે વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી રિક્ષાઓ અને ક્રુઝર કાર ડિટેઇન કરાઈ હતી.વાંકાનેર સીટી પો.સ્ટે.ની હદમાં આવતા જિનપરા જકાતનાકા પાસેથી 1 સીએનજી રીક્ષા, તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ઢૂંવા ચોકડી પાસેથી 1 સીએનજી રીક્ષા વિવિધ કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર્ડ કરી ડિટેઇન કરાઈ હતી. જ્યારે ટંકારાના નગરનાકા પાસેથી 1 ટ્રકને ભયજનક રીતે પાર્ક કરાતા ડ્રાઈવર સામે ગુન્હો નોંધી ટ્રક ડિટેઇન કરાયો હતો.

જ્યારે માળીયા મી.માં મચ્છુ નદીના પુલ પાસેથી 1 બાઇક ચાલક, વાગડીયા ઝાંપા પાસેથી 2 સીએનજી રીક્ષા, મોટા દહીસરા પાસે નવલખી રોડ પરથી ટ્રેઇલર ટ્રક ચાલક સામે મોટર વહિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હાઓ નોંધી તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

- text