ધોરણ 10-12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓનું વિષયવાર ટાઇમટેબલ જાહેર થયું

- text


મોરબી: સીબીએસઈ બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ આજે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું છે.

- text

બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર આ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે આ વર્ષે CBSE બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી યોજાશે. છ દિવસ પહેલા થયેલા લાઈવ સેશનમાં તેમણે જાહેરાત કરી હતી 2 ફેબ્રુઆરીએ ડેટશીટ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી વિધાર્થીઓ માત્ર પરીક્ષા શરૂ થવાની તારીખ જાણતા હતા. પરંતુ આજથી તેઓ પોતાના વિષય મુજબ શેડયૂઅલ પણ જોઈ શકે છે. ડેટશીટ મુજબ પોતાની તૈયારી ઓને આપવામાં સરળતા રહેશે. વિધાર્થીઓ સીબીએસઈ બોર્ડ પરીક્ષાની તારીખ શીટ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે. તારીખ શીટમાં પરીક્ષાની તારીખો ઉપરાંત, બોર્ડની પરીક્ષા દરમિયાન ઉમેદવારોને અનુસરવાની મહત્વપૂર્ણ સૂચનાઓ પણ જણાવવામાં આવી છે.

- text