સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો : સોનામાં રૂ.૩૦૭ અને ચાંદીમાં રૂ.૨,૮૮૬ તૂટ્યા

- text


ક્રૂડ તેલમાં તેજીનો માહોલ: બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: સીપીઓ, મેન્થા તેલમાં વૃદ્ધિ: કપાસ, રબર ઢીલાં: પ્રથમ સત્રમાં રૂ.૧૯૪૧૬ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૩૨૫૦૦૪ સોદામાં રૂ.૧૯૪૧૬.૭૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૭ અને ચાંદી કિલોદીઠ રૂ.૨,૮૮૬ તૂટ્યા હતા, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં તેજીનો માહોલ હતો. નેચરલ ગેસ પણ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓ અને મેન્થા તેલમાં વૃદ્ધિ સામે કપાસ અને રબર ઢીલાં હતાં. કોટન જળવાયેલું હતું.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૨૧૪૨૧૬ સોદાઓમાં રૂ.૧૧૨૧૬.૧૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૨૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૨૬૫ અને નીચામાં રૂ.૪૮૦૦૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૭ ઘટીને રૂ.૪૮૦૮૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૮૭૪૩ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૮૧૬ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૨૯ ઘટીને બંધમાં રૂ.૪૮૦૯૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૨૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૭૨૬૦૦ અને નીચામાં રૂ.૭૦૨૦૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૮૬ ઘટીને રૂ.૭૦૭૮૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૨૮૩૪ ઘટીને રૂ.૭૦૭૩૭ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૨૮૦૯ ઘટીને રૂ.૭૦૭૩૯ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૮૫૯૬૮ સોદાઓમાં રૂ.૪૬૧૦.૨૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૯૫૮ ખૂલી, ઊપરમાં રૂ.૪૦૧૭ અને નીચામાં રૂ.૩૯૪૪ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૩ વધીને રૂ.૪૦૦૮ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૦૯૬ સોદાઓમાં કુલ રૂ.૪૫૧.૫૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૦૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૧૩૦ અને નીચામાં રૂ.૨૧૦૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર રૂ.૨૧૦૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૭૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૪ વધીને બંધમાં રૂ.૯૮૭ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૭૩ ખૂલી, ઊપરમાં રૂ.૯૭૩.૯ અને નીચામાં રૂ.૯૬૮ રહી, અંતે રૂ.૯૭૧.૯ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯૬ અને નીચામાં રૂ.૧૧૯૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે ૫૦ પૈસા ઘટીને રૂ.૧૧૯૪ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૪૦૮૯ સોદાઓમાં કુલ રૂ.૩૩૬૭.૨૮ કરોડ ની કીમતનાં ૬૯૭૫.૪૬૮ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૯૦૧૨૭ સોદાઓમાં કુલ રૂ.૭૮૪૮.૮૯ કરોડ ની કીમતનાં ૧૧૦૧.૬૯ ટન, ક્રૂડ તેલમાં ૨૭૧૧૯ સોદાઓમાં રૂ.૧૬૨૭.૬૧ કરોડનાં ૪૦૯૨૪૦૦ બેરલ્સ, કોટનમાં ૨૮૧ સોદાઓમાં રૂ.૧૭.૪૬ કરોડનાં ૮૨૭૫ ગાંસડી, સીપીઓમાં ૨૭૬૩ સોદાઓમાં રૂ.૪૩૧.૭૮ કરોડનાં ૪૩૭૫૦ ટન, મેન્થા તેલમાં ૯ સોદાઓમાં રૂ.૧.૩૬ કરોડનાં ૧૪.૦૪ ટન, કપાસમાં ૨૦ સોદાઓમાં રૂ.૫૪.૮૭ લાખનાં ૯૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૪૩૦.૭૧૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૯૧.૪૦૫ ટન, ક્રૂડ તેલમાં ૬૮૦૬ બેરલ્સ, કોટનમાં ૧૭૩૭૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૦૫૮૦૦ ટન, મેન્થા તેલમાં ૭૯.૯૨ ટન અને કપાસમાં ૩૦૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૮૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૯૫ અને નીચામાં રૂ.૭૮૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૭૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૮૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૧૨ અને નીચામાં રૂ.૮૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૮૦ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૮૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૦૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૦૦ અને નીચામાં રૂ.૧૦૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૦૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૨૮ અને નીચામાં રૂ.૨૧૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૫.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૮ અને નીચામાં રૂ.૯૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૩.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૭.૭ અને નીચામાં રૂ.૮૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૭.૫ બંધ રહ્યો હતો.

- text