વાંકાનેર : અપહરણના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- text


વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઇ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના જયેશભાઇ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આજે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપી મહેરબાનસિંહ પીરુલાલ મામોલિયા (ઉ.વ.29 રહે લોઠડા ગામ રેનો સ્લાઈડ કારખાનામાં કોટડા સાગાણી.જી રાજકોટ, મૂળ મધ્યપ્રદેશ) ને કોટડા સાગણી ગામે આવેલા રેનો સ્લાઈડ કારખાનામાંથી ઝડપી લઈને વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કરી દીધો છે.

- text

- text