વાંકાનેર નજીક નેશનલ હાઈવે પર ટ્રકે બાઈકને હડફેટે લેતાં બેનાં મોત

- text


વાંકાનેર : વાંકાનેર નજીક નેશનલ હાઈવે પર ક્યુટોન સિરેમિક્સ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાળમુખા ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર બંને યુવાનના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતમાં બે યુવાનોના મોતથી તેમના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર નજીક નેશનલ હાઈવે પર ક્યુટોન સીરામીક પાસે ડબલ સવારી બાઈકને ભારેખમ ટેઇલર ટ્રકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભારેખમ ટેઇલર ટ્રકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધા બાદ બાઈકસવાર બંને યુવક ઉપર ટેઇલર ચડી જતા બંને યુવકના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ રાજસ્થાનના પાસિંગ વાળો ટ્રક નં.RJ 52 GA 3990 એ મોટરસાયકલ GJ 33 D 7399 ને હડફેટ લેતા બાઈક સવાર બોટાદના આ બંને યુવાનો ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ બન્ને મૃતદેહોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને પીએમ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ટેઇલર અને ટેઇલરના ચાલકને પોલીસ વાંકાનેર પોલીસ સ્ટેશન લઇ આવી છે અને તેની સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

- text

- text