મોરબી : રામમંદિર નિર્માણ કાર્ય માટે દાનની સરવાણી વહી, અગ્રણીઓ દ્વારા લાખોની ધનરાશિ અર્પણ

- text


મોરબી : રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર નિર્માણ પામી રહેલા રામમંદિર માટે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ઉત્સાહ સાથે સમર્પણ થઈ રહ્યું છે. જેમાં Hawk granito ના પ્રભુભાઈ વાંસજાળીયા દ્વારા રૂ. 11,11,111 તથા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રૂ. 2,51,111 ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા રૂ. 2,51,000, ભાજપના મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઇ અરજણભાઈ કંઝારીયા દ્વારા રૂ. 2,51,000 તથા અન્ય સહકાર, આસ્ટા ક્લે સ્ટોન દ્વારા રૂ. 2,51,000 તથા સી. એ. સુશીલકુમાર સારદા દ્વારા રૂ. 2,00,000 નું સમર્પણ કરેલ છે. આ ઉપરાંત, રામમંદિરના પ્રચાર-પ્રસાર માટે સતત ભ્રમણ કરતાં રામ રથનું ગામડે-ગામડે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રામરથને જુના આમરણ, નવા જીવાપર, કેરાળી, હરબટીયાળી સહિતના ગામોમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે સર્વે ગ્રામજનોની હાજરીમાં વધાવવામાં આવ્યો હતો.

- text

- text