ટંકારા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીએસપીની એન્ટ્રીથી ચતુષ્કોણીય જંગ જામશે

- text


ટંકારામાં બહુજન સમાજ પાર્ટીએ મહોલ્લા મિટીંગ શરૂ કરી: કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સામે રણનીતિ તૈયાર કરવા બીએસપીએ કમર કસી

ટંકારા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભરશિયાળે રાજકીય ગરમાવો વધતો જાય છે. ત્યારે ગતરાત્રે ટંકારા શહેરમાં બહુજન સમાજ પાર્ટીની બેઠક મળી હતી.

સંગઠન પ્રમુખ પ્રવિણ ચૌહાણે ચુંટણી લડવા ઉત્સુક ઉમેદવારોને મળી મિટીંગનો દૌર આરંભ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને ચુંટણી કામે વળગી જવા તેઓએ હાકલ કરી હતી. વધુ વાત કરતા તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, જીલ્લા અને તાલુકાની તમામ બેઠકો માટે ઈમાનદાર અને લોકસેવા કરતા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. ત્યારબાદ કોંગ્રેસ-ભાજપની રીતીનિતીનો સરેઆમ વિરોધ કરી લોક સંપર્ક ચાલુ કરાશે. ઉપરોક્ત મિટિંગમાં ટંકારાના કાર્યકરો, સમાજના આગેવાન હેમત ચાવડા, હિતેષ ગેડીયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે ટંકારામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ જામશે તેવું હાલ જણાઈ રહ્યું છે.

- text

- text