- text
મોરબી અપડેટના ‘ચૂંટણી ચર્ચા-મતદારોના મનની વાત’ લાઈવ કાર્યક્રમમાં ખરેડા ગામના ખેડૂતોએ બળાપો ઠાલવ્યો
વર્ષોથી કેનાલના પાણી હલણના મુખ્ય રોડ ઉપર અને ખેતરોમાં ભરાતા હોવાથી ખેડૂતોને મોટી મુશ્કેલી
મોરબી : મોરબી જીલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે મોરબી અપડેટ દ્વારા ચૂંટણી ચર્ચા-મતદારોના મનની વાત લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. મોરબીના ખરેડા ગામે આ લાઈવ કાર્યક્રમમાં ખેડૂતોએ બળાપો ઠાલવ્યો હતો કે, ખરેડા ગામે કેનાલના પાણી ભરાવવાના કારણે ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે. વર્ષોથી આ સળગતો પ્રશ્ન છે. જેમાં ખરેડા ગામે કેનાલ લીકેજ થવાથી કેનાલના પાણી ખેડૂતોના હલણના મુખ્ય રસ્તા ઉપર અને ખેતરોમાં એટલી હદે ભરાઈ જાય છે કે, ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી અને ખેતરે પણ જઈ શકતા નથી. કેનાલ પાણી ખેતરોમાં ભરાવવાથી ઉભા પાકને મોટું નુકસાન થાય છે.
મોરબીના ખરેડા ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ તેમના ગામમાંથી નીકળતી કેનાલ લીકેજ હોવાથી વારંવાર કેનાલના પાણી ભરાઈ જાય છે. જેમાં ખેડૂતોના ખેતરે જવાના મુખ્ય હલણ રસ્તા ઉપર કેનાલના પાણી એટલી હદે ભરાઈ જાય છે કે ત્યાંથી ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા નથી. આટલું ઓછું હોય તેમ કેનાલ ધસમસતા પાણીના વહેણ નદીની જેમ ખેતરોમાં ફરી વળે છે. તેથી, વાવણી કરી હોય ત્યારે ઉભા પાકને કેનાલના પાણીથી મોટું નુકસાન થાય છે. કેનાલના પાણી ખેતરોમાં ભરાયેલા હોવાથી ખેતી પણ કરી શકતા નથી.
આ વર્ષોથી ગંભીર સમસ્યા છે કેનાલ પાણી વારંવાર મુખ્ય રસ્તો બંધ કરી નાખે છે તેમજ પાકને પણ નુકસાન કરે છે.જો કે વારંવાર કેનાલ પાણી મુખ્ય હલણના રસ્તે ભરાઈ જતા હોવાથી ખેડૂતોને કાદવ ભરેલા પાણીમાંથી ચાલવાની નોબત આવે છે. તેથી, ખેડૂતોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.વર્ષોથી ખેડૂતો આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતા હોવ છતાં તેમની વેદના કોઈ સાંભળતું જ ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
- text
- text