ટંકારા તાલુકામાં 11,080 બાળકોને કાલે રવિવારે પોલીયોની રસી પીવડાવાશે

- text


ટંકારા : ટંકારા તાલુકામાં ૩૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ૦થી ૫ વર્ષના કુલ ૧૧૦૮૦ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન થયેલ છે. આ માટે તાલુકામાં કુલ ૬૬ પોલીયો બુથોની રચના કરેલ છે. આ કામગીરીને પહોચી વળવા માટે ૨૬૪ કર્મચારીઓને પોલીયો બુથો ઉપર ફરજ સોપેલ છે તેમજ ૧૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે.

આમ, તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ પોલીયો બુથ ઉપર પોલીયોનું રસીકરણ કરવામાં આવશે અને બુથ ઉપર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલ બાળકોને ત્યાર પછીના ૨ દિવસ દરમ્યાન આખા તાલુકા ૧૬૫૫૨માં ઘર-ઘર મુલાકાત કરી બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. આ માટે મોરબી જિલ્લાના કુલ ૧૬૫૫૨ ઘરોની મુલાકાત માટે ૯૫ ટીમોની રચના કરવામાં આવેલ છે. તેમજ આ માટે ૧૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે.

- text

આ ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, રોડની આજુબાજુના વિસ્તાર, અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણના વિસ્તાર કે અન્ય વગેરે જેવી દુર્ગમ જગ્યાઓ ઉપર વસતા મજુરના બાળકોના પોલીયો રસીકરણ માટે ૪૦ મોબાઈલ ટીમોની રચના કરેલ છે. તેમજ આ પોલીયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલીયોની રસી આપવા માટે ૨ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે. આ ટીમો મિતાણા ચોકડી તથા ટંકારા – લતીપર ચોકડી પર કામગીરી કરશે.

ટંકારા તાલુકાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકો ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ પોલીયો બુથ ઉપર જઈ રસીકરણ કરાવે તેમજ આજુબાજુના વિસ્તારમાં વસતા મજુરોના બાળકો પણ પોલીયોની રસી પિવડાવે અને પોલીયો સામે રક્ષણ મેળવે તે માટે સાથ સહકાર આપવા માટે ટંકારા તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો.આશિષ સરસાવાડીયા તથા પ્રા.આ.કેન્દ્રો – લજાઈ નેકનામ,સાવડી તથા નેસડા (ખા.)નાં તબીબી અધીકારીઓ તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલની યાદીમાં ટંકારા તાલુકાનાં તમામ લોકોને નમ્ર અપીલ છે.

- text