મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઓબ્ઝર્વર તરીકે વાય.એ.દેસાઈની નિમણુંક

- text


 

મોરબી : ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પારદર્શક રીતે થાય તે માટે 26 અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે અલગ અલગ જિલ્લાઓની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના ઓબ્ઝર્વર તરીકે મહેસુલ કમિશનર-તપાસણીની કચેરી અને એક્સ ઓફિસીયો સચિવના અધિક કલેકટર વાય.એ.દેસાઈની નિમણુંક કરી છે. તેઓ મોરબી જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા પંચાયત અને મોરબી, વાંકાનેર, માળિયા નગરપાલિકાની ચૂંટણી ઉપર નિરીક્ષણ રાખશે.

- text