ટંકારામાં એફ્પો સંસ્થા દ્વારા ખેડૂતોના લાભાર્થે વિવિધ યોજનાઓની માહિતી પૂરી પડાઈ

- text


ટંકારા : વાંકાનેર સ્થિત એફ્પો સંસ્થાએ ખેડૂત લાભાર્થે વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવા માટે પ્રોજેક્ટ ઓફીસ દ્વારા બિસીઆઈ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતી. આ પ્રોજેકટ હેઠળ ખેડૂતોના લાભાર્થે વિવિધ યોજનાઓ અને વૈજ્ઞાાનિક માહીતી પુરી પાડી :ઓન્લી ઈન્ફોર્મેશન શેર નોટ અ સેલ’ના સુત્રને સાર્થક કર્યુ હતું. સંસ્થાએ જીલ્લાના વાંકાનેર અને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં જાગરૂકતા માટે પ્રયત્નશીલ છે.

ગુજરાતમા ૨૦૧૦થી AFPRO NGO સંસ્થા દ્વારા BCI પ્રોજેક્ટ હેઠળ કપાસ ઉત્પાદન કરતા ખેડૂતો માટે ઉત્તમ રીતે ખેતી થાય અને પાકની ઉચ્ચ ગુણવતા જળવાઇ રહે તે માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમા ધાગંધ્રા, વાકાનેર, ધોરાજી ખાતે પ્રોજેક્ટ ઓફીસ શરુ કરવામાં આવી હતી. અલગ અલગ પિ.યુ બનાવી વૈજ્ઞાનિક પદ્ધતિ તથા BCIની ગાઇડલાઇનસ મુજબ પાક સંરક્ષણ, પાણી વ્યવસ્થા, જમીન સુધારણા, જૈવ વૈવિધતા, યોગ્ય કાર્ય, બાળમજુરી, મિનિમમ વેતન, સમાન વેતન, પિ.પી.ઈ. ઉપરાંત કપાસની ઉચ્ચ ગુણવત્તા જળવાય જેવી તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવે છે. AFPRO સંસ્થા આ પ્રોજેકટ અંતર્ગત ઉત્તમ રીતે ખેતી થાય તે માટે ખેડૂતોને જાગૃત કરવાની કામગીરી કરે છે.

આ માટે પિ.યુ વાઇઝ ૧૦૦થી વધુ ગ્રુપ બનાવી, એક ગ્રુપમાં ૩૫થી ૪૦ ખેડુતો રાખવામાં આવે છે. જેને ફિલ્ડ ફેસીલેટર દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવે છે. સંસ્થાનો મૂખ્ય હેતુ ખેડૂતોની આજીવિકામાં સુધારો થાય એવો છે. આ ઉપરાંત પર્યાવરણ પર થતી જોખમી અસરોમાં ઘટાડો કરવો એ હેતુને ધ્યાનમાં લઈને ખેડૂતોને ફિલ્ડ મુલાકાત ડેમો, વાંચન મટીરીયલ અને વર્ષમાં એક ગ્રુપને ચાર તાલીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

આ ઉપરાંત, ખેડુતો એના ખર્ચનો હિસાબ સ્વયં યોગ્ય રીતે રાખે એવા હેતુથી FFB એટલે ખેડુત ખાતા બુક નિ:શુલ્ક આપે છે. બાળમજૂરોને સારૂ જીવન મળે તે માટે બાળમજુરી અટકાવવા માટે સંસ્થાના સભ્યો દ્વારા ઘણી જહેમત ઉઠાવવામાં આવે છે. જંતુનાશક દવાઓ જેવી ધાતક દવાઓ બંધ કરવા કેમ્પેઈન પણ હાથ ધરવામાં આવે છે. તેમજ ખેડૂતોને ડેમો આપી વૈજ્ઞાનિક ખેતીથી થતાં ફાયદા દેખાડવામાં આવે છે. શાળામા બાળકોને તાલીમ આપવી, મહીલાઓમાં જાગૃતિ લાવવી અને ખેત મજૂરોના જીવનમા સુધારો લાવવામાં આ સંસ્થા અથાગ પ્રયત્નો કરી રહી છે. તેની સાથે ખેડુતોને દવા છંટકાવ કરવા અને ખાતરનો ચોક્કસપણે ઉપયોગ કરવા સાથે પાણીની જરૂરિયાત, કપાસમા આવતા રોગોની ઓળખાણ અને તેનો ઇલાજ પણ ખેડુત પોતે કરે એવા ઉમદા હેતુથી આ સંસ્થા કામ કરી રહી છે.

- text

તદ્ઉપરાંત વંચિતજુથની ઓળખ કરી તેને સરકારી સહાય મેળવવામાં મદદ, જમીનના ધોવાણ થતા વિસ્તારમાં વુક્ષારોપણ, પિવાના પાણીના સ્ત્રોતની તપાસ, પાણીના લેબોરેટરી ટેસ્ટ અને ગુણવત્તા અંગે વાકેફ કરવા ઉપરાંત જમીન ગુણવત્તા જાળવવા માટે રીપોર્ટ બાદ તેની સમજ સહિતના અનેક કાર્યો એન.જી.ઓ.ના એફ એફ દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા કોઈપણ પ્રોડક્ટનું વેચાણ નહી પરંતુ માત્ર ઈન્ફોર્મેશન (માહિતી).શેર કરે છે અને એ રીતે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે.

 

- text