મોરબીમાં “દાઉદ સાથે કામ નહિ કરવાનું’ કહી છરી-ધોકા-વજનીયાથી યુવાન ઉપર હુમલો

- text


મોરબી : મોરબીમાં “દાઉદ સાથે કામ નહિ કરવાનું’ કહી છરી-ધોકા-વજનીયાનો ઘા કરી યુવાન ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ગઈકાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મોરબી શહેરમાં મકરાણીવાસમાં રહેતા હુસેનભાઈ ઓસમાણભાઈ મકરાણીએ ઈરફાન નસીમના દીકરા, તોફલો ઉર્ફે દેવો રફીકભાઈ, એજાજ ઉર્ફે એજલો આમદભાઈ ચાનીયા, રવી ઉર્ફે બુચીયો અને સાહીલ ઉર્ફે સાવો રહેમાનભાઈ ચાનીયા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરીયાદી હુસેનભાઇને દાઉદ સાથે કામ નહી કરવાનુ જણાવેલ હતું. તેમ છતા ફરીયાદી દાઉદ સાથે કામ કરતો હતો.

- text

જેથી, આરોપીઓને સારુ નહી લાગતા ગત તા. 24ના રોજ બપોરે 3 વાગ્યા આસપાસ વજેપરના ખુણા પાસે નગરદરવાજા નજીક ઈરફાન નસીમના દીકરા, તોફલો ઉર્ફે દેવો રફીકભાઈ અને એજાજ ઉર્ફે એજલો આમદભાઈ ચાનીયાએ છરી તથા ધોકા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. તેમજ રવી ઉર્ફે બુચીયો અને સાહીલ ઉર્ફે સાવો રહેમાનભાઈ ચાનીયાએ તોલા (વજનીયા)ના ઘા કરી ફરીયાદીને માર માર્યો હતો. આથી, ફરીયાદીને જમણી આંખના ખુણા પાસે તથા ડાબી આંખે ઈજા થઇ હતી. અને આરોપીઓએ હુસેનભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસે બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text