હળવદ : પોસ્ટ વિભાગની ગાડીનું તાળું તૂટ્યું, સાત પાર્સલની ચોરી

- text


અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

હળવદ : હળવદ તાલુકામાં વિરમગામથી સરા ચોકડી સુધીના રસ્તામાં વચ્ચે પોસ્ટ વિભાગની ગાડીનું તાળું તોડી 7 પાર્સલોની ચોરી થઇ ગઈ છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે.

- text

આ બનાવ અંગે સુરેન્દ્રનગરમાં પોસ્ટ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા ભરતભાઈ હેમંતભાઈ ટાંકએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 26ના રોજ રાત્રે 2 વાગ્યે અમદાવાદ-માળીયા હાઇવે રોડ પર વિરમગામથી સરા ચોકડી સુધીના રસ્તામાં વચ્ચે તેમની પોસ્ટ ખાતાની ગાડી નં. GJ-03-BW-2891નું પાછળના દરવાજાનું તાળું તોડી ગાડીમાં ભરેલ પોસ્ટના 7 પાર્સલ (કી.રૂ. 3500)ની ચોરી કરવામાં આવેલ છે. હાલમાં પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

- text