હળવદ પંથકમાં વધુ એક ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

- text


 

હળવદ : હળવદના પલાસણ ગામે ફરી એક વખત ગૌવંશ પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ નોંધાયો છે. અગાઉ અઠવાડિયા પહેલા પણ 8 ગૌવંશ પર એસિડ અને તીક્ષણ હથિયાર વડે હુમલાઓ કરવામાં આવ્યો હતો. તેવામાં ફરી વધુ એક આવો બનાવ નોંધાતા ગૌ સેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવા ક્રૂર કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

- text