માળિયા : સગીરાને ભગાડી જનાર શખ્સ પકડાયો

- text


માળિયા : માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી સુખદેવભાઈ અરજણભાઈ દેગામા ઉ.વ.25 રહે. કુંભારિયા રહે. માળિયાવાળાને મોરબી સર્કલ પો.ઇન્સ.ની ટીમે ઢવાણાના પાટિયા પાસેથી પકડી પાડ્યો છે. આ સાથે ભોગ બનનાર સગીરાને પણ શોધી તેને તેના માતા પિતાને સોંપી છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text