મોરબીમાં યુવા ભાજપ દ્વારા યોજાઈ બાઇક રેલી

- text


મોરબી: સ્વામીવિવેકાનંદજી જન્મ જ્યંતીની યુવાદીન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે મંગળવારે વિવેકાનંદજીની 158મી જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ દ્વારા મોરબીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મહેન્દ્રનગરથી મોરબી દરબારગઢ સ્વામીવિવેકાનંદજીના સ્ટેચ્યુ સુધી આ બાઈક રેલી યોજાઈ હતી.જીલ્લા યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ સનાવડા, જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા , જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જયદીપ હુંબલ , મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા , મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ શિવમ વિરમગામા , તરુણ અઘારા, પરિમલ ઠક્કર , મહેન્દ્રનગર ગામના આગેવાન રાજેશ શેરસીયા, જતીન ફૂલતરીયા સહિતના યુવા કાર્યકરો બાઇક રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.

- text