મોરબી : ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે અધિક કલેક્ટરને રજૂઆત

- text


મોરબી : ગત તા. ૭ જાન્યુઆરી, ગુરૂવારના રોજ ભારતીય કિશાન સંઘ-મોરબી દ્વારા ખેડુતોના પડતર પશ્નોના નિવારણ માટે અધિક કલેક્ટર સાથે રૂબરુ મીટીંગ ગોઠવીને ખેડુતોના પશ્નોનોના નિરાકરણ માટે મુદાઓની રજૂઆત કરવામાં આવેલ છે.

• તળાવો અને ચેકડેમ રિપેરિંગ કરવા.
• ખેડુતોના છેલ્લા ચાર વર્ષના વિમા પશ્ર્ન .
• શિયાળુ પાકની ટેકાના ભાવની સમયસર ખરીદી
• ભુંડ અને રોજના જંગલમા સ્થળાંતર કરવા.
• I-KHEDUT પોર્ટલમા જે લાભર્થીઓને એક વાર અરજી થઈ ગયેલ હોય અને જેને લાભ ના મળ્યો હોય તેવા બીજા રાઉંડમા અગ્રેસરતા આપવી
• ટંકારામા મામલતદાર કચેરીમા આધારકાર્ડની કામગીરી કાયમી ચાલુ કરવા
• જે ખેડુતોને જમીનમાથી લોકલ સિંચાઈ યોજના પસાર થતી હોય તેમાથીજ નર્મદાની સિંચાય યોજના પસાર થાય તો એકજ ખેડુતને વધુ નુક્શાન થાય છે માટે આવુ ન થાય અથવા લોકલ સિંચાય યોજના અને નર્મદા સિંચાય યોજના લિંક થઈ જાય તો ફાયદો થાય.
• જે અન્ડરગ્રાઉંડ સિંચાય યોજના છે જેને ઉપર માટીના ઢગલા છે તે દુર કરવામા આવે તો ખેડુત જમીન ખેડી શકે.
• માળીયા તાલુકામા માઇનોર કેનાલોના કામ બાકી છે તે સતવારે પુરા કરવામા આવે.
• ફેંસિંગવાળમા જે સિમેન્ટના પોલ માન્ય છે તેમા ઉમેરો કરીને ગેલ્વેનઇઝના પોલને માન્યતા.

- text

- text