ઘુનડા (સ.) પ્રાથમિક શાળાને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાઈ

- text


શાળાના કાયમી દાતાએ શાળાને સી.સી.ટી.વી. કેમેરા માટે આપ્યું આર્થિક અનુદાન

મોરબી: ગામડાની શાળાઓ પણ હવે સમયની સાથે પ્રગતિના પંથે હોય તેમ માળખાગત સુવિધાઓથી સજ્જ થઈ રહી છે. મોરબી તાલુકામાં આવેલી અને વિશાળ કેમ્પસ સાથે 375 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી ઘુનડા (સ.) પ્રાથમિક શાળાને સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. દર વર્ષે નિયમિત રીતે શાળાના ભૌતિક અને શૈક્ષણિક વિકાસ માટે દાન આપતા કાયમી દાતા એવા અરવિંદભાઈ ફુલતરીયા દ્વારા રૂપિયા 40000 જેટલી માતબર રકમનું દાન સી.સી.ટી.વી.કેમેરા માટે આપવામાં આવતા આ કાર્ય શક્ય બન્યું છે.

શાળાના સ્ટાફ પરિવાર દ્વારા શાળાની સલામતી અને સુરક્ષા માટેના મુકાયેલા વિચારને સ્વીકારી દાતાશ્રી અરવિંદભાઈએ તરત જ આ વિચારને કાર્યાન્વિત કરી બીજા દિવસે જ શાળામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરી આપીને ગામના વિદ્યાર્થીઓ અને શાળાને સલામતી પુરી પાડી છે. દર વર્ષે નિયમિતપણે તેમના પિતા સ્વ.ચતુરભાઈ શામજીભાઈ ફુલતરીયાના સ્મરણાર્થે અરવિંદભાઈ ફુલતરીયા તથા રમેશભાઈ ફુલતરીયા અને પરિવાર તરફથી શાળાના વિકાસાર્થે અવિરત દાન મળતું રહ્યું છે.

શાળા પરિવાર તરફથી ઋણાનુરાગ સાથે આ વિરલ દાતાશ્રીનો આભાર વ્યક્ત કરેલ તેમજ એસ.એમ.સી. તેમજ ગ્રામજનો તરફથી દાતાશ્રીને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓની અછત વચ્ચે ચાલતી ઘણી શાળાઓને પણ ઉપરોક્ત દ્રષ્ટાંતને અનુસરી આર્થિક અનુદાન મળી રહે તો શિક્ષણનો વ્યાપ છેવાડાના બાળક સુધી પહોંચી શકે.

- text

- text