મોરબી: સરકારી શાળાઓમાં માધ્યમિક શિક્ષકોની નિમણુંકનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો

- text


ઓનલાઈન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા

મોરબી: શિક્ષણ અધિકારી મોરબી દ્વારા સરકારી માધ્યમિક શાળા શિક્ષક સહાયકની ભરતી અને નિમણુંક માટે ઓનલાઈન કાર્યક્રમ યોજાયો.

આ ભરતી હુકમના કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચ મધ્યમિકના વિવિધ વિષયોની 50 જગ્યા ખાલી હતી. જેમાંથી 46 વિદ્યા સહાયકો પસંદગી પામ્યા હતા. તે પૈકી 41 વિદ્યા સહાયકો હાજર રહ્યા હતા. જેમાં અંગ્રેજી વિષયના 16 પૈકી 13, ગુજરાતીના 1, હિંદીના 2, ગણિત-વિજ્ઞાનના 12 પૈકી 11, સામાજિક વિજ્ઞાનના 15 પૈકી 14 વિદ્યા સહાયકો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જીસી. ઇ.આર. ટી.ના સચિવ વિનયગીરી ગૉસાઈ, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ, વીસી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મેરજા સાહેબ, મોડેલ સ્કૂલના આચાર્ય એન.વી. રાણીપા, બી.એન.વિડજા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઓર્ડર ઉપરોક્ત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

- text

- text