માળીયા (મી.) : ખેતરમાંથી 16 મણ કપાસની ચોરી

- text


ખેડૂતે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાવી

માળીયા (મી.) : માળીયા (મી.)ના નવા દેવગઢની સીમમાં આવેલ ખેતરમાંથી ૧૬ મણ કપાસની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂતે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા (મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મી.ના નવા દેવગઢ (જાજાસર) ગામે રહેતા ખેડૂત રવાભાઇ બાલાભાઇ બાલસરા (ઉ.વ-૮૦) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૬ ના રોજ રાત્રીના સમયે નવા દેવગઢની સીમમા આવેલ વાવડીના માર્ગ ઉપર આવેલ ફરીયાદીના કબજા ભોગવટાવાળા ખેતરમા અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી ખેતરમા રાખેલ કપાસની ગાસણીઓ જે એક ગાસણીમા આશરે સવા મણ જેટલો કપાસ હોય. જે કુલ મળી આશરે ૧૬ મણ થતો હોય જે એક મણ ની આશરે કી રૂ ૧૧૦૦/- ગણીને કુલ કી રૂ ૧૭,૬૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. માળીયા પોલીસે ખેડૂતની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text