હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે માળીયા હાઇવે ઉપર એકી સાથે પાંચ વાહનો અથડાયા

- text


માળીયા હાઇવે પરના અણઘડ કામથી વિચિત્ર અકસ્માત સર્જાયો

મોરબી : માળીયા હાઇવે પર હાઇવે ઓથોરિટીની અણઘડ કામગિરીને કારણે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પછી એક એમ પાંચ વાહનો ધડાકાભેર અથડાયા હતા. જો કે આ અકસ્માતમાં જાનહાની થઈ નથી. પણ વાહનોનો બુકડો બોલી ગયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીથી માળીયા હાઇવે ઉપર ગાળા ગામમાં પાટીયાથી આગળ રામદેવ હોટલ નજીક હાલ હાઇવે રીપેરીંગનું કામ ચાલી રહ્યું છે. પણ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે આજે વાહન વ્યવહારમાં ગૂંચવાડો ઉભો થતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પછી એક એમ ઉપરા ઉપરી પાંચ ગાડી એકબીજા પાછળ અથડાઈ હતી.જેમાં ચાર કાર અને એક ટ્રક એકબીજા પાછળ અથડાયા હતા. આ અકસ્માતમાં વર્ના કારનો બુકડો બોલી ગયો હતી. બાકીના વાહનોને પણ વધતે ઓછે નુકશાન થયું હતું. વાહન ચાલકોએ એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જ્યાં રોડનું કામ પણ ચાલુ નથી ત્યાં પણ ટ્રાફિક માટે અડચણ ઉભી કરાઈ છે. જે જવાનો રસ્તો છે ત્યાં ખોટી રીતે અડચણ ઉભી કરતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

- text

 

- text