વાંકાનેર : ખોજાખાના શેરીમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે આજે બાતમીના આધારે વાંકાનેર : ખોજાખાના શેરીમાં જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને ઝડપી લીધા હતા.વાંકાનેર પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.27940 નો મુદ્દામાલ કબજે કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ જુગારની રેડની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના સુપરવિઝન હેઠળ વાંકાનેર પોલીસ મથકના એએસઆઈ હીરાભાઈ મઠીયા, પો.કોન્સ. કૃષ્ણસિંહ ઝાલા, પો.કોન્સ. શૈલેષભાઇ સોલંકી, પો.કોન્સ. અજિતકુમાર સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ બાતમીના આધારે આજે વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર આવેલ ખોજાખાના શેરીમાં ત્રાટક્યો હતો. પોલીસે આ સ્થળે તીનપતીનો.જુગાર રમતા રફીકભાઈ અબુભાઈ કાફી, ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ આમરોણીયા, ઇમરાનભાઈ અલીભાઈ લાખા, આરીફભાઈ હનીફભાઈ બ્લોચ, મુકેશભાઈ ભોગીલાલ શાહ, ગનીભાઈ મીમનજીભાઈ શેરસિયા, મુસ્તાકભાઈ ઇસ્માઇલભાઈ કાફીને રોકડા રૂ.13940 તથા 6 મોબાઈલ કિંમત રૂ.14000 મળી કુલ રૂ. 27940 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text