અમદાવાદથી ચોરેલી રીક્ષા સાથે આરોપી મોરબીથી ઝડપાયો

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટએપ-સર્ચ એપ્લીકેશનની મદદથી સરખેજ પોલીસ સ્ટેશન (અમદાવાદ શહેર)નો CNG રીક્ષા ચોરીનો ગુન્હો કરનાર શખ્સ શોધી કાઢવામાં આવ્યો છે.

આજે તા. 30ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ બ્રાન્ચને લગતી કામગીરી સબબ વાહન ચેકીંગમાં હતા. આ દરમિયાન પોલીસકર્મીએ રજીસ્ટ્રેશન નંબર વિનાની CNG રીક્ષા સાથે ચાલક કલ્પેશ ઉર્ફે રતાભાઇ કાળુભાઇ મકવાણા (ઉ.વ. 23, રહે. હાલ અરૂણોદયનગર, મૂળ રહે. જંક્શન પ્લોટ નજીક, રાજકોટ) મળી આવ્યો હતો. આ રીક્ષાના ચેસીસ નંબર તથા એન્જીન નંબર ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ એપ દ્વારા સર્ચ કરી જોતા રીક્ષાના રજીસ્ટ્રેશન નંબર GJ-01-TF-5582 હતા. ટેકનીકલ માધ્યમથી સંપર્ક કરતા આ રીક્ષા અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં તા. 10/11/2020 ના રોજ ગુન્હો રજીસ્ટર થયેલ છે. પોલીસે રીક્ષા સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબ્જે કરી ચાલકને પકડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આમ, સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણશોધાયેલ ગુન્હો મોરબી એસ.ઓ.જી. ટીમે શોધી કાઢેલ છે.

- text

- text