મોરબી : ડબલ મર્ડરના બનાવમાં વધુ 2 આરોપીઓની ધરપકડ

- text


મોરબી : મોરબીમાં રવિવારે થયેલા ફાયરિંગ પ્રકરણમાં પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા બાદ આજે વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના ખાટકીવાસમાં ફાયરિંગ અને ડબલ મર્ડર કેસમાં પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન બન્ને પક્ષના થઈને 10 આરોપીઓની અટકાયત કરી હતી. આ 10 આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે વધુ 2 આરોપીઓ યાસીન રજાક બકાલી અને કાદિર સલીમ બનાણીને ઝડપી લીધા હતા. પોલીસે બંનેની આકરી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

- text

- text