કિશાન સંઘર્ષ સમિતિ દ્વારા કાંતિપૂર અને માણેકવાડાની મુલાકાત લઈ કિસાનોને ખેડૂત આંદોલનમાં જોડાવા અપીલ

- text


મોરબી : દેશના પાટનગર દિલ્હીમાં મોટા પાયે ખેડૂત આંદોલન છેલ્લા 30 દિવસથી ચાલી રહ્યું છે. સરકાર દ્વારા મંજુર કરાયેલા 3 કૃષિબિલોનો વિરોધ કરવા આ આંદોલનમાં દેશભરમાંથી ખેડૂતો જોડાયા છે. મોરબી જિલ્લામાંથી પણ અનેક ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. ત્યારે મોરબીના આગેવાનો દ્વારા કાંતિપૂર અને માણેકવાડાની મુલાકાત લઈ કિસાનોને ખેડૂત આંદોલનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિમાં નક્કી થયા મુજબ મોરબીના ખેડૂત અગ્રણીઓ કે. ડી. બાવરવા, હસમુખભાઈ કસુંદરા અને તેની ટીમ દ્વારા મોરબી તાલુકાના કાંતિપૂર અને માણેકવાડા ગામની મુલાકાત લઈને ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિબિલોથી ખેડુતોને થનાર નુકશાનથી અવગત કરાવવામાં આવ્યા હતા. તેમજ દિલ્હી ખાતે ચાલી રહેલ કિસાન આંદોલન બાબતે જાણકારી આપી લોકોને દિલ્હી જાવા માટે અપીલ કરવામાં આવી હતી. જેનો સારો પ્રતિસાદ મળ્યો હતો. અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આગામી દિવસોમાં દિલ્હી જવાની તૈયારી બતાવી હતી. અને આ ત્રણ બિલ નાબૂદ ના થાય ત્યાં સુધી લડત લડવાની પણ ખેડૂતો દ્વારા તૈયારી બતાવવામાં આવી હતી. ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text